add

આર્થિક રીતે નબળા વર્ગના (EWS) અનામતનો લાભ લેવા માટે પ્રમાણપત્ર મેળવવા બાબત – ગુજરાત સરકાર

   ફોર્મ 

આર્થિક રીતે નબળા વર્ગના (EWS) અનામતનો લાભ લેવા માટે પ્રમાણપત્ર મેળવવા બાબત – ગુજરાત સરકાર 

અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો

 ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે.

નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.

પુરાવાઓની પ્રમાણિત નકલ

    • સોગંદનામું (અસલ)
    • રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો વગેરે ઓળખપત્ર પૈકી ગમે તે એક) જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય.
    • અરજદારનું સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
    • સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
    • અન્ય રાજ્યમાંથી સ્થળાંતરીત થયેલા કિસ્સામાં તા. ૧/૪/૧૯૭૮ પેહલાના ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ હોવા અંગેના સરકારી રેકર્ડ આધારિત પુરાવા રજુ કરવાના રેહશે.
    • અરજદારના કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવકના પુરાવા
      • તમામ નોકરીયાતોના કિસ્સામાં તેમના કચેરીના વડાનું આવક અંગેનું તથા હોદ્દો તેમજ વર્ગ દર્શાવતું પ્રમાણપત્ર્ર
      • ધંધા/વ્યવસાયના કિસ્સામાં ગણતરીમાં લેવાયે આગળના વર્ષના ઇન્કમટેક્ષ રીટર્નની નકલ
    • અરજદાર સ્વયં ખેતીની જમીન ધારણ કરતા હોય તો ૭/૧૨ ના ઉતારાની નકલ અને કુટુંબના અન્ય સભ્યો ખેતીની જમીન ધારણ કરતા હોય તો તે રજુ કરવી તથા ખેતીની આવક દર્શાવતા આધાર રજુ કરવા.
    • આવક અંગેના અન્ય સ્ત્રોતોની વિગતો હોય તો રજુ કરવી.
    • ઉપયુક્ત સિવાય અન્યસ્ત્રોતોમાંથી થતી આવક હોય તો તે અંગેના આધારો અલગથી રજુ કરવા.
    • સક્ષમ અધિકારીઓ/અપીલ અધિકારીયો જરૂરી જણાય તેવા વધારાના કે અન્ય આધારો પણ માંગી શકશે.
    નોંધ: વિદ્યાર્થી/ઉમેદવારને જે બાબત લાગુ પડતી હોય તેના પુરાવા રજુ કરવાના રેહશે.

વધુ માહિતિ માટે વોટ્સએપ નંબર પર સંપર્ક કરો

 નંબર - 8140430395   


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

hello